કોવિડ-૧૯ની બીજી લહેરમાં તમારે લેવી જોઈએ તેવી સાવચેતીઓ વિશે જાણો
લોકડાઉન દરમિયાન તમારા માનસિક સ્વાસ્થ્યની સંભાળ રાખવાની રીતો
કોરોનાવાયરસે દુનિયાને થંભાવી દીધી હોય તેવું લાગે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ, ૨ જૂન, 2020 સુધીમાં, ફક્ત ભારતમાં જ આ વાયરસને લીધે લગભગ 13,700 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પરંતુ આ વૈશ્વિક મહામારી માત્ર લોકોના શારીરિક સ્વાસ્થ્યને જ અસર કરી રહી નથી, તે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરી રહી છે.
રોગથી સંક્રમિત થવાના ડર સિવાય, લોકડાઉને આર્થિક પાસાઓ પર પણ મોટી અસર કરી છે. ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે અને વૈશ્વિક મહામારીને કારણે વ્યવસાયો પણ એટલા સારા ચાલી રહ્યા નથી. હકીકતમાં, ઇન્ડિયન સાયકિયાટ્રી સોસાયટીના એક અભ્યાસ મુજબ, વૈશ્વિક મહામારી દરમિયાન માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓમાં 20% નો વધારો થયો છે.
પરંતુ ઘણા લોકો માનસિક સ્વાસ્થ્યની સંભાળ કેવી રીતે રાખવી તે અંગે બહુ જાગૃત નથી. જો તમે પણ આ જ વાત વિચારી રહ્યા છો, તો અહીં તમારા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ છે.
કોવિડ-૧૯ની બીજી લહેરમાં તમારે લેવી જોઈએ તેવી સાવચેતીઓ વિશે જાણો
કોરોનાવાયરસની બીજી લહેરે ભારતને ભારે અસર કરી છે. અહેવાલ મુજબ વાયરસ પરિવર્તિત થયો છે અને હવે તે વધુ જોખમી છે. તેમજ, કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે અને આરોગ્ય સંભાળ વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. આવી સ્થિતિમાં, તમારી જાતને અને તમારા પ્રિયજનોને સુરક્ષિત રાખવા તે પહેલાં કરતા પણ વધુ મહત્વનું છે.
આરોગ્ય સત્તાધિકારીઓએ કોવિડ-૧૯ની બીજી લહેર સામે તમારે લેવી જ જોઈએ તેવી સાવચેતીઓ સૂચવી છે.
લોકોને રૂબરૂ મળવાનું અને ઘરે મહેમાનોને આમંત્રિત કરવાનું ટાળો
એમઓએચએફડબ્લ્યુ (મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર) દ્વારા આપવામાં આવેલી વિવિધ એડવાઇઝરી મુજબ, આ વાયરસ હવે વધુ સરળતાથી ફેલાય છે. કોવિડ-૧૯ થી સંક્રમિત ઘણા લોકો એસિમ્પટમેટિક હોવાથી, યોગ્ય પરીક્ષણ વિના કોરોનાવાયરસ સંક્રમણની જાણ મેળવવી મુશ્કેલ છે. તેથી, તમારે લોકોને રૂબરૂ મળવાનું અથવા તેમને તમારા ઘરે આમંત્રિત કરવાનું ટાળવું જોઈએ. તેમજ, ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહો, કારણ કે તે ખૂબ જ ફેલાવનાર હોઈ શકે છે.
મુસાફરી ન કરો
ગયા વર્ષે લોકડાઉનને કારણે તમારી મુસાફરીની યોજનાઓ મુલતવી રાખવી પડી હશે. આ બહાર નીકળવા અને મુસાફરી કરવા માટેનું એક પ્રોત્સાહન હોઈ શકે છે. જોકે, બીજી લહેર દરમિયાન મુસાફરી કરવી એ ખૂબ જ જોખમી પ્રવૃત્તિ છે. પહેલાની સરખામણીમાં કોરોનાવાયરસથી સંક્રમિત થવાની શક્યતાઓ વધુ છે. તેથી, હાલ પૂરતી તમારી મુસાફરીની યોજનાઓ રદ કરવી અથવા મુલતવી રાખવી સલાહભર્યું છે.
જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે અનુસરવાના આરોગ્ય પ્રોટોકોલ્સ
જ્યારે તમે બહાર હોવ ત્યારે ફેસ માસ્ક શ્રેષ્ઠ સુરક્ષા આપે છે. વાયરસના પરિવર્તનને ધ્યાનમાં લેતા, સીડીસીએ માસ્ક સંબંધિત માર્ગદર્શિકા અપડેટ કરી છે.
ડબલ માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવે છે. એક અસરકારક રીત એ છે કે કાપડના માસ્કની નીચે ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ કરવો. તેમજ, ખાતરી કરો કે તમારો માસ્ક તમારા ચહેરા પર બરાબર ફિટ બેસે છે. વાયરવાળા માસ્ક પસંદ કરો કારણ કે તે તમારા ચહેરા પર વધુ સારી રીતે ફિટ બેસે છે.
આરોગ્ય સત્તાધિકારીઓ દ્વારા સૂચવ્યા મુજબ, જ્યારે પણ તમે બહાર નીકળો ત્યારે અન્ય લોકોથી ઓછામાં ઓછું ૧-મીટર અંતર જાળવો. સાબુ અને પાણીથી હાથ ધુઓ અને વારંવાર ૬૦% આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો. પૂરતું પાણી પીતા રહો અને આરામ કરો.
સજ્જ રહો
જો ગયા વર્ષે આપણને કંઈપણ શીખવ્યું હોય, તો તે સજ્જ રહેવાનું છે. તમારી પાસે પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર, ગ્લવ્ઝ અને અન્ય પીપીઈ જેવા સાધનો તૈયાર હોવા જોઈએ. તેમજ, સત્તાવાર કોવિડ-૧૯ હેલ્પલાઇન, તમારા શહેરના સત્તાધિકારીઓના સંપર્ક અને કોવિડ-૧૯ વૉર રૂમ સહિતના કટોકટીના સંપર્કોની એક યાદી બનાવો. પેરાસીટામોલ જેવી સામાન્ય દવાઓ પાસે રાખવી સલાહભર્યું છે. જોકે, ખાતરી કરો કે તમે જાતે જ દવાઓ ન લો (સેલ્ફ-મેડિકેટ ન કરો) અથવા દવાઓનો સંગ્રહ ન કરો.
લક્ષણો પર નજર રાખો
સીડીસી (સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન), ડબલ્યુએચઓ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અને એમઓએચએફડબલ્યુ વાયરસને કારણે થતા લક્ષણોને સતત અપડેટ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, બીજી લહેરમાં અમુક વધારાના લક્ષણો જોવા મળી રહ્યા છે. તમારી જાતને અપડેટ રાખો અને જો તમને આમાંના કોઈ પણ લક્ષણો દેખાય, તો ટેસ્ટ કરાવો. જો રિપોર્ટ પોઝિટિવ આવે, તો તમારા માટે અન્ય લોકોથી અલગ થઈ જવું પણ જરૂરી છે. જો તમે ઘરે અલગ ન રહી શકો, તો તમે સત્તાધિકારીઓનો સંપર્ક કરી શકો છો જેઓ તમારા માટે ડેડિકેટેડ કોવિડ-૧૯ કેર સેન્ટરમાં રહેવાની વ્યવસ્થા કરી શકે છે.
આ ઉપરાંત, તમે કોવિડ-૧૯ વેક્સિન લેવા અને વાયરસ સામે પોતાને સુરક્ષિત કરવા વિશે પણ વિચારી શકો છો. તેમજ, સમયસમય પર આવતી નવીનતમ માર્ગદર્શિકાઓથી અપડેટ રહો. જો તમે સંક્રમિત થાઓ, તો ગભરાશો નહીં, સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરો, તમારા ડૉક્ટર સાથે સતત સંપર્કમાં રહો અને હેલ્થ કેર સંસ્થાઓની સત્તાવાર વેબસાઇટ પર સૂચિબદ્ધ કર્યા મુજબના જરૂરી પગલાં લો.
#Unite2FightCorona
સ્ત્રોત:ડબ્લ્યૂએચઓ, ઓમઓએચએફડબ્લ્યૂ અને સીડીસી