માઇક્રો ટર્મ એશ્યોરન્સ પ્લાન | એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી

UIN: 111N137V01

play icon play icon
Group Micro Shield - SP Plan Premium

સુરક્ષાનું તમારું
વચન પૂરું થાય છે.

ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ પ્યોર રિસ્ક પ્રીમિયમ, માઈક્રો લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

શું તમારા ગ્રુપ મેમ્બર્સને તમે પરવડે એવાં પ્રીમિયમમાં લાઈફ ઈન્શ્યૉરન્સની સુરક્ષા પૂરી પાડવા ચાહો છો?

જો આમ હોય તો, એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી ખાસ એવાં લોકો માટે રચના કરાયેલો પ્લાન છે જેમને પરવડે એવી કિંમતમાં 'ઈન્શ્યૉરન્સ કવર'ની જરૂર છે. એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી સાથે તમે તમારા મેમ્બરોને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સલામતી મળી રહેશે એ પુન:બાંયધરી આપી શકો છો.

પ્રોડક્ટની મુખ્ય વિશેષતાઓ :
  • એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી તમારા મેમ્બરોની ઈન્શ્યૉરન્સ જરૂરિયાતોનો સચોટ જવાબ છે.
  • સામેલ થવું અને વ્યવસ્થાપનમાં સરળતા.
  • લેવલ કવર અને રીડ્યુસિંગ કવર એમ બંને પ્લાન વિકલ્પો હેઠળ જોઈન્ટ લાઈફ કવરેજ ઉપલબ્ધ.
  • આ પ્લાન વ્યાપક રીતે એમ્પ્લોયર - એમ્પ્લોઈ ગ્રુપ્સ, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સના ગ્રુપ મેમ્બરો, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બૅન્ક/ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ, એનજીફો અને એફિનિટી ગ્રુપ્સ (ડિજિટલ પ્લેટફોર્મ્સ સહિત) ઈત્યાદિને પ્રવર્તમાન નિયમનો હેઠળ માન્ય હોય તેમ કવર કરે છે.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપી

Group pure term micro insurance, non-linked, non-participating plan

 

ખૂબીઓ :

  • તમારા ગ્રુપ મેમ્બરો માટે ટર્મ ઈન્શ્યૉરન્સ.
  • આ પ્રોડક્ટ 2 પ્લાન વિકલ્પો પૂરાં પાડે છે - લેવલ કવર રીડ્યુસિંગ કવર (વિકલ્પ લેન્ડર-બોરોઅર રિલેશનશિપ માટે જ ઉપલબ્ધ અને ગ્રુપ મેમ્બર દ્વારા લેવામાં આવેલી લોન સામે લઈ શકાય છે)
  • આ પ્રોડક્ટ 10 વર્ષ સુધીની પૉલિસી મુદત સાથે સિંગલ પ્રીમિયમ ચૂકવણી મુદત પૂરી પાડે છે.
  • જોઈન્ટ લાઈફ કવરેજ લેવલ કવર અને રીડ્યુસિંગ કવર બંને પ્લાન વિકલ્પો હેઠળ ઉપલબ્ધ છે.
  • જોઈન્ટ લાઈફ કવરેજ હેઠળ, બે વ્યક્તિઓને આવરી શકાય છે જો તેઓ પતિ-પત્ની, ભાઈ-બહેન અથવા લોહીનો સંબંધ ધરાવતા જેમ કે માતા-પિતા, બાળક ઈત્યાદિ અથવા બિઝનેસ પાર્ટનર્સ હોય. જીવનનું સબસ્ટિટ્યુશન માન્ય નહીં રહે.

 

ફાયદા :

  • સલામતી :કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા ગ્રુપ મેમ્બર્સ પરિવારોની આર્થિક જરૂરિયાતોને સુરક્ષિત કરો.
  • લવચિકતા :તમારા મેમ્બરોને તમે આપવા ચાહો છો એ સમ એશ્યૉર્ડ પસંદ કરવાનો વિકલ્પ.
  • સરળતા :કોઈ તબીબી તપાસ આવશ્યક નથી, સ્વીકૃતિ સંતોષકારક હેલ્થ ડીક્લેરેશન પર આધારિત છે.
  • પરવડે એવા :પ્લાનના લાભો નજીવા પ્રીમિયમ પર.

ડેથ બેનિફિટ:


કવરની મુદત દરમિયાન કવર કરેલ મેમ્બરનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવા અથવા જોઈન્ટ લાઈફ પૉલિસીના કિસ્સામાં કવર કરાયેલા કોઈ એક મેમ્બરનું પહેલા મૃત્યુ થવાના કિસ્સામાં ડેથ બેનિફિટ લમ્પસમમાં ચૂકવી દેવાશે. માત્ર જોઈન્ટ લાઈફ પૉલિસીના કિસ્સામાં બંને મેમ્બરોનું એક પછી એક મૃત્યુ થવાના કિસ્સામાં જ માત્ર એક સમ એશ્યૉર્ડ ચૂકવવાપાત્ર રહેશે.
ક્રેડિટ લિંક્ડ/લેન્ડર-બોરોઅર સંબંધ માટે બેઝિક સમ એશ્યૉર્ડ ઓછામાં ઓછી ગ્રુપ મેમ્બર માટે પૉલિસીના પ્રારંભ સમયે લોનની બાકી નીકળતી રકમ બરાબર રહે છે.
લેવલ કવર: મૃત્યુ સમયે બેઝિક સમ એશ્યૉર્ડ ચૂકવી દેવાશે અને કવર રદ થશે.
રીડ્યુસિંગ કવર: મૃત્યુ સમયે સમ એશ્યૉર્ડ કે જે સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સમાં લોન કવર શેડ્યુલ અનુસાર સમ એશ્યૉર્ડ બરાબર છે, કવરના પ્રારંભમાં અપાયેલ છે, કવર કરેલ મેમ્બરનું મૃત્યુ થવાની તારીખના રોજ મુજબ, લોન કવર શેડ્યુલ અનુસાર વાસ્તવમાં બાકી નીકળતી લોનને ધ્યાનમાં લીધા વગર ચૂકવી દેવામાં આવશે અને કવર રદ થશે.
જોઈન્ટ લાઈફના કિસ્સામાં, ડેથ બેનિફિટ (પહેલું મૃત્યુ થવા પર)ચૂકવી દીધા પછી જીવીત મેમ્બર માટે કવર રદ થઈ જશે.
લેન્ડર - બોરોઅર સ્કીમના કિસ્સામાં પાત્ર એન્ટિટીઝ* હેઠળ મેમ્બર/કર્મચારીનું મૃત્યુ થવાના કિસ્સામાં બાકી નીકળતી લોનની રકમ માસ્ટર પૉલિસીધારકને પ્રારંભ સમયના ગ્રુપ મેમ્બર તરફથી પૂર્વ અધિકૃતતાને આધિન કુલ ડેથ બેનિફિટ માંથી ચૂકવવાપાત્ર રહેશે અને બૅલેન્સ જો કોઈ હોય તો, તે નોમિની/લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે. અધિકૃતતા ન હોવાના કિસ્સામાં, ડેથ બેનિફિટની રકમ નોમિની અથવા લાભાર્થીને ચૂકવવાપત્ર રહેશે. જ્યાં લાઈફ એશ્યૉર્ડ સગીર વયના હોય એ કિસ્સામાં, લાઈફ ઈન્શ્યૉર્ડ પુખ્ત વયની થયા પછી પૉલિસી આપમેળે તેના જીવન પર થઈ જાય છે.
*પાત્ર એન્ટિટીઝમાં નીચે જણાવેલી એન્ટિટીઝ સામેલ છે : (i) ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) દ્વારા નિયમન કરાતી શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કો (કૉઑપરેટિવ બૅન્કો સતિહ), (ii) નૉન-બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ (એનબીએફસી) જેણે ભારતીય રિઝર્વ બૅન્ક પાસેથી સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન મેળવ્યું હોય, (iii) નૅશનલ હાઉસિંગ બોર્ડ (એનએચબી) દ્વારા નિયમન કરાતી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ, (iv) નૅશનલ માઈનોરિટી ડેવલપમેંટ ફાઈનાન્સ કૉર્પોરેશન (એનએમડીએફસી) અને તેની સ્ટેટ ચૅનલાઈઝિંગ એજન્સીઓ, (v) સ્મોલ ફાઈનાન્સ બૅન્કો જે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા નિયમન કરાતી હોય, (vi) પરસ્પર સહાય પ્રાપ્ત કૉઑપરેટિવ સોસાયટીઝ જે આવી સોસાયટીઓને સંબંધિત લાગુ રાજ્ય કાયદા હેઠળ રચના અને નોંધણી કરેલ હોય, (vii) કંપનીઝ ઍક્ટ, 2013ની કલમ 8 હેઠળ નોંધણીકૃત માઈક્રોફાઈનાન્સ કંપનીઓ અથવા સત્તાધિકારી દ્વારા વખતો વખત માન્ય કરાયા મુજબ અન્ય કોઈ શ્રેણી.

ફ્રી લૂક પીરિયડ :


1) માસ્ટર પૉલિસીધારક પ્રીમિયમ ચૂકવતા હોય એ કિસ્સામાં :
પૉલિસી ડૉક્યુમેંટ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસનો ફ્રી લૂક પીરિયડ ઈલેક્ટ્રૉનિક પૉલિસી અથવા ડિસ્ટન્સ માર્કેટિંગ મારફત મેળવેલી પૉલિસી સિવાયની પૉલિસીઓ માટે તેમ જ પૉલિસી ડૉક્યુમેંટ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસનો ફ્રી લૂક પીરિયડ ઈલેક્ટ્રૉનિક પૉલિસીઓ અને ડિસ્ટન્સ મોડ મારફત મેળવેલી પૉલિસીઓ માટે પૉલિસીના નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે આપવામાં આવશે. જેમાં માસ્ટર પૉલિસીધારક આમાંના કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત થાય તો માસ્ટર પૉલિસીધારક તેના વાંધાનું કારણ જણાવીને ઈન્શ્યૉરરને પૉલિસી રદ કરવા પાછી આપવાનો વિકલ્પ ધરાવે છે અને ત્યારબાદ કંપની ચૂકવેલું પ્રીમિયમ પાછું આપશે જે પીરિયડ ઑફ કવર માટેના સરેરાશ રિસ્ક પ્રીમિયમ અને ઈન્શ્યૉરર દ્વારા પ્રપોઝરની તબીબી તપાસ પર થયેલ ખર્ચા અને સ્ટેમ્પ ડ્યુટી ચાર્જિસ બાદ કરવાને આધિન રહેશે.
2) ઈન્શ્યૉર્ડ મેમ્બર પ્રીમિયમ ચૂકવતા હોય એ કિસ્સામાં :
સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સ પ્રાપ્ત થયાની તારીખથી 15 દિવસનો ફ્રી લૂક પીરિયડ ઈલેક્ટ્રૉનિક પૉલિસી અથવા ડિસ્ટન્સ માર્કેટિંગ મારફત મેળવેલી પૉલિસી સિવાયની પૉલિસીઓ માટે તેમ જ સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સ પ્રાપ્ત થયાની તારીખથી 30 દિવસનો ફ્રી લૂક પીરિયડ ઈલેક્ટ્રૉનિક પૉલિસીઓ અને ડિસ્ટન્સ મોડ મારફત મેળવેલી પૉલિસીઓ માટે સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સના નિયમો અને શરતોની સમીક્ષા કરવા માટે આપવામાં આવશે. જેમાં ઈન્શ્યૉર્ડ મેમ્બર આમાંના કોઈપણ નિયમો અને શરતો સાથે અસહમત થાય તો ઈન્શ્યૉર્ડ મેમ્બર તેના વાંધાનું કારણ જણાવીને ઈન્શ્યૉરરને સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સ રદ કરવા પાછું આપવાનો વિકલ્પ ધરાવે છે અને ત્યારબાદ કંપની ચૂકવેલું પ્રીમિયમ પાછું આપશે જે પીરિયડ ઑફ કવર માટેના સરેરાશ રિસ્ક પ્રીમિયમ અને ઈન્શ્યૉરર દ્વારા પ્રપોઝરની તબીબી તપાસ પર થયેલ ખર્ચા અને સ્ટેમ્પ ડ્યુટી ચાર્જિસ બાદ કરવાને આધિન રહેશે. જોઈન્ટ લાઈફ કવરેજના કિસ્સામાં બંને મેમ્બરો માટે લાઈફ કવર એક સાથે રદ કરવામાં આવશે અને ફ્રી લૂક કન્સલેશન એક સાથે લાગુ થશે.

મેચ્યોરિટી બેનિફિટ :


મેચ્યોરિટી પર, આ પ્લાન હેઠળ કોઈ લાભ ચૂકવવાપાત્ર નથી.

સરન્ડર બેનિફિટ :


મેમ્બર પૉલિસી સરન્ડર વેલ્યૂ પ્રાપ્ત કરશે અને પૉલિસી મુદત દરમિયાન કોઈ પણ સમયે સરન્ડર કરી શકાય છે. સરન્ડર વેલ્યૂ અનએક્સપાયર્ડ રિસ્ક પ્રીમિયમ બરાબર છે અને નીચે મુજબ છે :
  • લેવલ કવર : (70% x ચૂકવેલું સિંગલ પ્રીમિયમ) x (પૂરી ન થયેલી મુદત (મહિનામાં)/કુલ મુદત (મહિનામાં)
  • રીડ્યુસિંગ કવર : (70% x ચૂકવેલું સિંગલ પ્રીમિયમ) x (પૂરી ન થયેલી મુદત (મહિનામાં)/કુલ મુદત (મહિનામાં) x શેડ્યુલ અનુસાર સમ એશ્યાર્ડ/પ્રારંભિક સમ એશ્યૉર્ડ))
પૂરી ન થયેલી મુદત = કુલ પૉલિસી મુદત મહિનાઓમાં ઓછા સરન્ડરની તારીખના રોજ મુજબ પૉલિસી મહિના.
સરન્ડર કરવા પર, બધાં જ લાભો અને મેમ્બર કવર રદ થઈ જશે. સરન્ડર વેલ્યૂ લમ્સપસ લાભ તરીકે ચૂકવી દેવામાં આવશે.
જો માસ્ટર પૉલિસીધારક પૉલિસી સરન્ડર કરે તો મેમ્બર તેમની સંબંધિત કવર મુદત સુધી કવર ચાલુ રાખવાનો વિકલ્પ ધરાવશે. જે મેમ્બરો કવર ચાલુ ન રાખવા માગતા હોય તેમને સરન્ડર વેલ્યૂ ચૂકવવાપાત્ર રહેશે અને કવર રદ થઈ જશે.

જોઈન્ટ લાઈફ કવરેજ :

  • જોઈન્ટ લાઈફ કવર માત્ર લેન્ડર-બોરોઅર ગ્રુપ્સ હેઠળ જ ઉપલબ્ધ છે.
  • આ લેવલ કવર અને રીડ્યુસિંગ કવર બંને વિકલ્પો માટે ઉપલબ્ધ છે.
  • બે વ્યક્તિઓને કવર કરી શકાય છે જો અગર તેઓ પતિ-પત્ની, ભાઈ-બહેન અથવા લોહીનો સંબંધ ધરાવતા હોય જેમ કે માતા-પિતા, બાળક વગેરે અથવા બિઝનેસ પાર્ટનર્સ હોય. જીવનનું સબસ્ટિટ્યુશન માન્ય નહીં રહે.
  • દરેક બોરોઅર્સ સંપૂર્ણ બાકી નીકળતી લોન રકમ માટે ઈન્શ્યૉર્ડ રહેશે - એ જ સમ એશ્યૉર્ડ અને એ જ પૉલિસી મુદત. જો કોઈ પણ બોરોઅર્સનું મૃત્યુ થાય તો ડેથ બેનિફિટ ચૂકવવાપાત્ર રહે છે અને જીવીત રહેલા બોરોઅર માટે કવર રદ થઈ જશે.

ગ્રેસ પીરિયડ :


લાગુ નથી
એ પરિસ્થિતિ જેમાં ઈન્શ્યૉર્ડ મેમ્બર દ્વારા પાકતું પ્રીમિયમ માસ્ટર પૉલિસીધારકને ચૂકવી દેવામાં આવ્યું હોય અને ઈન્શ્યૉર્ડ મેમ્બરે પ્રીમિયમ માટેની પહોંચ અથવા રસીદ મેળવી હોય પરંતુ માસ્ટર પૉલિસીધારક દ્વારા ગ્રેસ પીરિયડની અંદર ઈન્શ્યૉરરને પ્રીમિયમ રેમિટ કરવામાં ન આવ્યું હોય. જો ત્યારબાદ ક્લેમ ઊભો થાય તો, તે માન્ય રહેશે, એ શરતે કે ક્લેમ અન્યથા સ્વીકાર્ય અને ચૂકવવાપાત્ર હોય.
જો કે, આ માસ્ટર પૉલિસીધારક દ્વારા સુસંગત દસ્તાવેજો રજૂ કરવા, ઈન્શ્યૉર્ડ મેમ્બર દ્વારા પાકેલા પ્રીમિયમો માસ્ટર પૉલિસીધારકને ચૂકવી દીધાનું પૂરવાર કરવાને આધિન રહેશે. ક્લેમની રકમ પાકેલું પ્રીમિયમ ઈન્શ્યૉરરને રેમિટ કર્યા પછી જ ચૂકવવામાં આવશે.

આપઘાતના ક્લેમની જોગવાઈઓ :


મેમ્બરનું રિસ્ક શરૂ થયાની તારીખથી 12 મહિનાની અંદર વીમિત મેમ્બરનું આપઘાત કરવાને લીધે મૃત્યુ થાય તો પૉલિસીધારકના નોમિની અથવા લાભાર્થી મૃત્યુ થયાની તારીખ સુધી ચૂકવેલા કુલ પ્રીમિયમોના 80% અથવા મૃત્યુની તારીખના રોજ મુજબ સરન્ડર વેલ્યૂ, જો કોઈ હોય તો તેમાંથી જે પણ વધુ હોય તેની માટે હકદાર રહેશે, આ માટે મેમ્બર પૉલિસી ઈન-ફોર્સ હોય એ જરૂરી છે. લાગુ થાય તેમ લાભ ચૂકવી દીધાં પછી, મેમ્બર પૉલિસી રદ થઈ જશે. ચૂકવેલા કુલ પ્રીમિયમો એ જે તે મેમ્બર માટે ચૂકવેલા પ્રીમિયમો, કોઈ વધારાના પ્રીમિયમ અને કરવેરા સિવાયનો સરવાળો છે.

રિવાઈવલ સુવિધા :


લાગુ નથી

એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ - એસપીના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

SBI Life- Group Micro Shield - SP Plan Premium
*ઉંમર છેલ્લા જન્મ દિવસ અનુસાર.
**બધાં જ એસબીઆઈ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ માટે એકંદર સમ એશ્યૉર્ડ ગ્રુપ મેમ્બર દીઠ રૂ.2,00,000 સુધી કૅપ કરવામાં આવશે.
^લાગુ કરવેરા અને/અથવા અન્ય કાનૂની શૂલ્ય, ડ્યુટી, પ્રીમિયમ પર સરચાર્જ રાજ્ય સરકાર અથવા ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખત સૂચિત કરાય એ દરે લાગુ કરવેરા કાયદા અનુસાર ચૂકવવાપાત્ર રહે છે.
$જણાવેલી પૉલિસી મુદત મેમ્બર લેવલે લાગુ રહે છે. સિંગલ પ્રીમિયમ પૉલિસી હેઠળ ઑફર કરાતી પૉલિસી મુદત 1 થી 120 મહિનાની છે (બંને સહિત) અને ગ્રુપ મેમ્બર લેવલે 1 મહિનાના ગુણાંકમાં (એટલે કે 1 મહિનો, 2 મહિના.... 119 મહિના અને 120 મહિના) છે. માસ્ટર પૉલિસી બધાં જ મેમ્બરોની મુદત સમાપ્ત થવા સુધી ચાલુ રહેશે. ક્રેડિટ લિંક્ડ, લેન્ડર-બોરોઅર સંબંધ માટે પૉલિસી મુદત ઓછામાં ઓછી પૉલિસી પ્રારંભ સમયે ગ્રુપ મેમ્બર માટે બાકી નીકળતી લોનની રકમ બરાબર રહેશે.

 

3A/ver1/02/23/WEB/GUJ

*કર લાભો :
તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.