માઇક્રો ટર્મ એશ્યોરન્સ પ્લાન | એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ

UIN: 111N138V01

play icon play icon
Group Micro Shield Plan Premium

હવે દરેક માટે
સુરક્ષા બની સરળ.

ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ પ્યોર રિસ્ક પ્રીમિયમ, વન યર રીન્યૂએબલ માઈક્રો લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

શું તમારા ગ્રુપ મેમ્બર્સને તમે પરવડે એવાં પ્રીમિયમમાં લાઈફ ઈન્શ્યૉરન્સની સુરક્ષા પૂરી પાડવા ચાહો છો?

જો આમ હોય તો, એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ ખાસ એવાં લોકો માટે રચના કરાયેલો પ્લાન છે જેમને પરવડે એવી કિંમતમાં 'ઈન્શ્યૉરન્સ કવર'ની જરૂર છે. એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ સાથે તમે તમારા મેમ્બરોને કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સલામતી મળી રહેશે એ પુન:બાંયધરી આપી શકો છો.

પ્રોડક્ટની મુખ્ય વિશેષતાઓ :
  • એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ તમારા મેમ્બરોની ઈન્શ્યૉરન્સ જરૂરિયાતોનો સચોટ જવાબ છે.
  • આ પ્લાન વ્યાપક રીતે એમ્પ્લોયર - એમ્પ્લોઈ ગ્રુપ્સ, માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સના ગ્રુપ મેમ્બરો, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, બૅન્ક/ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યુશન્સ, એનજીફો અને એફિનિટી ગ્રુપ્સ (ડિજિટલ પ્લેટફોર્મ્સ સહિત) ઈત્યાદિને પ્રવર્તમાન નિયમનો હેઠળ માન્ય હોય તેમ કવર કરે છે.
  • સામેલ થવું અને વ્યવસ્થાપનમાં સરળતા.
  • સાનુકૂળ પ્રીમિયમ ચૂકવણી વારંવારતા

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડ

Group pure term micro insurance, non-linked, non-participating plan

 

ખૂબીઓ:

  • તમારા ગ્રુપ મેમ્બરો માટે ટર્મ ઈન્શ્યૉરન્સ.
  • આ પ્રોડક્ટ આપે છે OYRGTA (વન યર રીન્યૂએબલ ગ્રુપ ટર્મ એશ્યૉરન્સ)
  • પ્રીમિયમ ચૂકવણી વારંવારતા વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રૈમાસિક, માસિક છે.
  • આ પ્રોડક્ટ સ્પાઉઝ કવર બેનિફિટ (વૈકલ્પિક) પૂરો પાડે છે જે ફરજિયાત અથવા સ્વૈચ્છિક હોઈ શકે છે, જેથી ગ્રુપ પૉલિસીધારક મેમ્બરના પતિ-પત્નીને ડેથ બેનિફિટ કવર પૂરો પાડી શકે.

 

ફાયદા :

  • સલામતી : કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા ગ્રુપ મેમ્બર્સ પરિવારોની આર્થિક જરૂરિયાતોને સુરક્ષિત કરો.
  • લવચિકતા : તમારા મેમ્બરોને તમે આપવા ચાહો છો એ સમ એશ્યૉર્ડ પસંદ કરવાનો વિકલ્પ.
  • સરળતા : કોઈ તબીબી તપાસ આવશ્યક નથી, સ્વીકૃતિ સંતોષકારક હેલ્થ ડીક્લેરેશન પર આધારિત છે.
  • પરવડે એવા : પ્લાનના લાભો નજીવા પ્રીમિયમ પર

ડેથ બેનિફિટ:


જો કવરની મુદત દરમિયાન કવર કરેલ મેમ્બરનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થાય તો ડેથ બેનિફિટ કે જે બેઝિક સમ એશ્યૉર્ડ છે તે લમ્પસમમાં ચૂકવી દેવાશે, પાકેલા બધાં જ પ્રીમિયમો ચૂકવી દીધાં હોય એ શરતને આધિન. લેન્ડર-બોરોઅર સ્કીમ્સના કિસ્સામાં, પાત્ર એન્ટિટીઝ* હેઠળ મેમ્બરનું મૃત્યુ થવાના કિસ્સામાં, કુલ ડેથ બેનિફિટ માંથી બાકી નીકળતી લોનની રકમ માસ્ટર પૉલિસીધારકને ચૂકવવાપાત્ર રહેશે, આ પ્રારંભ સમયે ગ્રુપ મેમ્બર તરફથી પૂર્વ અધિકૃતતાને આધિન રહેશે અને બૅલેન્સ, જો કોઈ હોય તો તે નોમિની/લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે. અધિકૃતતા ન હોવાના કિસ્સામાં, ડેથ બેનિફિટ નોમિની અથવા લાભાર્થીને ચૂકવવાપાત્ર રહેશે.
ક્રેડિટ લિંક્ડ/લેન્ડર-બોરોઅર રિલેશનશિપ માટે બેઝિક સમ એશ્યૉર્ડ ગ્રુપ મેમ્બર માટે ઓછામાં ઓછી પૉલિસીના પ્રારંભમાં બાકી નીકળતી લોનની રકમ બરાબર રહે છે અને તે સંપૂર્ણ પૉલિસી મુદત માટે એ જ રહેશે.
*પાત્ર એન્ટિટીઝમાં નીચે જણાવેલી એન્ટિટીઝ સામેલ છે : (i) ભારતીય રિઝર્વ બૅન્ક (આરબીઆઈ) દ્વારા નિયમન કરાતી શેડ્યુલ્ડ કમર્શિયલ બૅન્કો (કૉઑપરેટિવ બૅન્કો સહિત), (ii) નૉન-બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઝ (એનબીએફસી) જેણે ભારતીય રિઝર્વ બૅન્ક પાસેથી સર્ટિફિકેટ ઑફ રજિસ્ટ્રેશન મેળવ્યું હોય, (iii) નૅશનલ હાઉસિંગ બોર્ડ (એનએચબી) દ્વારા નિયમન કરાતી હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓ, (iv) નૅશનલ માઈનોરિટી ડેવલપમેંટ ફાઈનાન્સ કૉર્પોરેશન (એનએમડીએફસી) અને તેની સ્ટેટ ચૅનલાઈઝિંગ એજન્સીઓ, (v) સ્મોલ ફાઈનાન્સ બૅન્કો જે ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા નિયમન કરાતી હોય, (vi) પરસ્પર સહાય પ્રાપ્ત કૉઑપરેટિવ સોસાયટીઝ જે આવી સોસાયટીઓને સંબંધિત લાગુ રાજ્ય કાયદા હેઠળ રચના અને નોંધણી કરેલ હોય, (vii) કંપનીઝ ઍક્ટ, 2013ની કલમ 8 હેઠળ નોંધણીકૃત માઈક્રોફાઈનાન્સ કંપનીઓ અથવા સત્તાધિકારી દ્વારા વખતો વખત માન્ય કરાયા મુજબ અન્ય કોઈ શ્રેણી.

મેચ્યોરિટી બેનિફિટ :

મેચ્યોરિટી પર, આ પ્લાન હેઠળ કોઈ લાભ ચૂકવવાપાત્ર નથી.

સરન્ડર બેનિફિટ :

લાગુ નથી

વૈકલ્પિક કવર-સ્પાઉઝ કવર બેનિફિટ

  • ઓછામાં ઓછા 50 મેમ્બરોની ગ્રુપ સાઈઝ સાથેની સ્કીમ્સ આ વિકલ્પ પસંદ કરી શકે છે.
  • આ વિકલ્પ પૉલિસીધારકને મેમ્બરોના સ્પાઉઝ (પતિ/પત્ની)ને ડેથ બેનિફિટ કવર પૂરો પાડવા સક્ષમ બનાવશે. આ કવર ફરજિયાત અથવા સ્વૈચ્છિક હોઈ શકે છે. આવશ્યક ઓછામાં ઓછું સહભાગીતા સ્તર પૉલિસીના પ્રારંભ સમયે ગ્રુપના 10% રહે છે.
  • આ વિકલ્પ માસ્ટર પૉલિસીધારક સ્તરે ઉપલબ્ધ રહેશે.
  • કવરેજ પ્રાયમરી મેમ્બરના સમ એશ્યૉર્ડ કરતા ઓછું અથવા સમાન રહેશે.
  • પ્રાયમરી મેમ્બરનું મૃત્યુ થવા પર સ્પાઉઝનો કવર પૉલિસી મુદત કે જેની માટે પ્રીમિયમ મેળવવામાં આવ્યું છે તે પૂરી થવા સુધી ચાલુ રહેશે.

રિવાઈવલ સુવિધા :

  • વાર્ષિક પ્રીમિયમ ચૂકવણી વારંવારતા માટે લાગુ નથી.
  • વાર્ષિક પ્રીમિયમ વારંવારતા સિવાયના અન્ય માટે :
    પૉલિસી પ્રથમ ન ચૂકવેલા પ્રીમિયમની પાકતી તારીખથી 3 મહિનાની અંદર અને પૉલિસી મુદત પૂરી થતા પહેલા રિવાઈવ કરી શકાય છે. ઈન્શ્યૉર્ડ મેમ્બર તરફથી લેખિત અરજી પત્રક લાઈફ એશ્યૉર્ડની નિરંતર ઈન્શ્યૉરેબિલિટીના પુરાવા સહિત મળવા પર અને બધાં જ ઑવરડ્યુ પ્રીમિયમો વ્યાજ સહિત ચૂકવવા પર જ રિવાઈવલને ધ્યાનમાં લેવાશે. રિવાઈવલ કંપનીની બોર્ડ માન્ય અંડરરાઈટિંગ નીતિ આધારે અંડરરાઈટિંગને આધિન લાગુ કરાશે. કંપની તેનો નિર્ણય ઈન્શ્યૉર્ડ મેમ્બરને જણાવે એ પછી જ રિવાઈવલ લાગુ થશે.
    ગ્રેસ પીરિયડ પૂરો થયા પછી (અને રિવાઈવલ મુદત દરમિયાન) મેમ્બરનો લાઈફ કવર લેપ્સ થશે અને મેમ્બરનું મૃત્યુ થવા પર કોઈ ડેથ બેનિફિટ ચૂકવવાપાત્ર નથી રહેતો.
    કંપની દ્વારા વખતો વખત ઘોષિત કરાતા દરે વ્યાજ લેવામાં આવશે. કંપનીની હાલની નીતિ પ્રતિ વર્ષ સામાન્ય વ્યાજ દર પર આધારિત છે અને તે દરેક નાણાકીય વર્ષની 1 એપ્રિલના રોજ મુજબ આરબીઆઈ રેપો રેટની બેંચમાર્ક યીલ્ડ કરતા 250 બેસિસ પૉઈન્ટ્સ વધારે છે અને અર્ધ-વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ થશે. 1 એપ્રિલ 2022 ના રોજ મુજબ રેપો રેટ 4.00% છે. રિવાઈવલ માટે વ્યાજ દર નિર્ધારિત કરવાના આધારમાં કોઈ ફેરફારના કિસ્સામાં લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ અને રાઈડર્સ માટે યુઝ ઍન્ડ ફાઈલ અનુસરશે, પરિપત્ર ક્રમાંક - IRDAI/ACTL/CIR/PRO/207/10/2022 તારીખ 04 ઑક્ટોબર 2022.
એસબીઆઈ લાઈફ - ગ્રુપ માઈક્રો શીલ્ડના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
SBI Life Group Micro Shield Premium
*ઉંમર છેલ્લા જન્મ દિવસ અનુસાર.
**બધાં જ એસબીઆઈ લાઈફ ગ્રુપ માઈક્રો ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ્સ માટે એકંદર સમ એશ્યૉર્ડ ગ્રુપ મેમ્બર દીઠ રૂ.2,00,000 સુધી કૅપ કરવામાં આવશે.
^લાગુ કરવેરા અને/અથવા અન્ય કાનૂની શૂલ્ય, ડ્યુટી, પ્રીમિયમ પર સરચાર્જ રાજ્ય સરકાર અથવા ભારતની કેન્દ્ર સરકાર દ્વારા વખતો વખત સૂચિત કરાય એ દરે લાગુ કરવેરા કાયદા અનુસાર ચૂકવવાપાત્ર રહે છે.
$પૉલિસી મુદત માસ્ટર પૉલિસી લેવલે છે.

3B/ver1/02/23/WEB/GUJ

*કર લાભો :
તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધિન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે, વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.