લોન સુરક્ષા ઇન્શ્યૉરન્સ પ્લાન | એસબીઆઈ લાઇફ ઋણ સુરક્ષા
SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - ઋણ રક્ષા

UIN: 111N078V03

પ્રોડક્ટ કોડ : 70

એસબીઆઈ લાઈફ - ઋણ રક્ષા

તમારો પરિવાર વારસામાં ખુશીઓ મેળવે છે.
તમારી જવાબદારીઓ નહીં.
.

એક ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ક્રેડિટ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ.

પ્રસ્તુત છે એસબીઆઈ લાઈફ - ઋણ રક્ષા (UIN:111NO78V03), એક એવો પ્લાન જે તમારો પરિવાર બધું જ શ્રેષ્ઠ મેળવે એ સુનિશ્ચિત કરવામાં તમને મદદ કરે છે. આ ઉપાય સાથે, કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના કિસ્સામાં તમારા પરિવારે લોનની જવાબદારી નહીં ભોગવવી પડે કેમ કે આ આઉટસ્ટેન્ડિંગ લોન પાછી ચૂકવી દે છે, આમ તેમનાં ભવિષ્ય અને સપનાંને સલામત રાખે છે.

વિશેષતાઓ :
  • સર્વગ્રાહી ગ્રુપ ક્રેડિટ લાઈફ પ્લાન જે હાઉસિંગ, વેહિકલ, ઍજ્યુકેશન, પર્સનલ અને અન્ય લોન્સ આવરી લે છે.
  • પ્રાયમરી બોરોઅર ઉપરાંત વધુ 2 જેટલાં કૉ-બોરોઅરના જીવનને પણ આવરી શકાય છે.
  • જરૂર અનુસાર લોન કવર મુદત પસંદ કરવાની લવચિકતા**

*નવા અને હાલના કર્જદારો માટે પ્રોડક્ટ હેઠળ કવરેજ બોર્ડ માન્ય અંડરરાઈટિંગ નીતિ અનુસાર રહેશે.
**લોન મુદતના ઓછામાં ઓછા 2/3ને આધીન, જો અગર લોનની મુદત 15 વર્ષ અથવા વધુની હોય.

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - ઋણ રક્ષા

એક ગ્રુપ, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, ક્રેડિટ લાઈફ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ

સુવિધાઓ

  • જીવન વીમા સુરક્ષા
  • વિવિધ પ્રકારની લોન પાછી ચૂકવવામાં સહાયતા
  • સહ-કર્જદારો માટે કવરેજ (સુરક્ષા)
  • ગોલ્ડ અથવા પ્લેટિનમ પ્લાન વિકલ્પોની પસંદગી
  • સુરક્ષા મુદત, પ્રીમિયમ ચૂકવણી મુદત અને વારંવારતાની પસંદગી

ફાયદાઓ

સલામતી
  • તમારા પરિવારને તમે પ્રેમથી મેળવેલી અસ્ક્યામતોનો આનંદ માણતા રહેવા સક્ષમ બનાવે છે.
વિશ્વસનીયતા
  • સમ એશ્યૉર્ડ શેડ્યૂલ અનુસાર તમારી બાકી રહેલી લોનની રકમ પાછી ચૂકવે છે.
  • વિવિધ પ્રકારની લોન જેમ કે હાઉસિંગ લોન, કાર લોન, કૃષિ લોન, શૈક્ષણિક લોન અને પર્સનલ લોન આવરી લેવામાં આવે છે.
લવચીકતા
  • મુખ્ય કર્જદાર ઉપરાંત બે સહ-કર્જદારોને વધારાની સુરક્ષા પૂરી પાડે છે.
  • સિંગલ અથવા લેવલ પ્રીમિયમ માંથી 5 અથવા 10 વર્ષ માટે તમારી જરૂરિયાતો અનુસાર પસંદગી કરો.
  • તમારી આર્થિક ક્ષમતાઓ અનુસાર માસિક, ત્રૈમાસિક, અર્ધ-વાર્ષિક અથવા વાર્ષિક પ્રીમિયમોનો વિકલ્પ.
કર લાભો મેળવો*

આ પ્લાન હેઠળ ઉપલબ્ધ ઉત્પાદન ખૂબીઓ તમારા માસ્ટર પૉલિસીધારકે ગ્રુપ એડમિનિસ્ટ્રેટરની ક્ષમતામાં પસંદ કરવામાં આવશે. માસ્ટર પૉલિસીધારક દ્વારા પસંદ કરાયેલી ખૂબીઓ માત્ર જ તમને ઉપલબ્ધ રહેશે. તમે માસ્ટર પૉલિસીધારક દ્વારા ઉપલબ્ધ કરાયેલા વિકલ્પો/ખૂબીઓ માંથી પસંદગી કરી શકો છો.

મૃત્યુ લાભ (ડેથ બેનિફિટ) :

ડેથ કવર તરીકે તમારા સર્ટિફિકેટ ઑફ ઈન્શ્યૉરન્સમાં આપેલ સમ એશ્યૉર્ડ શેડ્યૂલ અનુસાર મૃત્યુ થવા સમયે લોનની બાકી રહેતી રકમ રહેશે

કર લાભો

આવકવેરા લાભો/છૂટ ભારતમાં લાગુ આવકવેરા કાયદાઓ અનુસાર રહે છે, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધીન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

એસબીઆઈ લાઈફ - ઋણ રક્ષાના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.

null
^ઉંમર સંબંધિત બધાં જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.

70/ver1/11/24/WEB/GUJ

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતાં ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.

તમે/મેમ્બર ભારતમાં લાગુ થતા આવકવેરાના કાયદાઓ અનુસાર કર લાભો/છૂટ માટે પાત્ર રહો છો, આ કાયદાઓ સમયાંતરે ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.