SBI લાઇફ શુભ નિવેશ -શ્રેષ્ઠ એન્ડોમેન્ટ પોલીસી | સંપૂર્ણ જીવન વીમો
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઈ લાઈફ - શુભ નિવેશ

UIN: 111N055V04

ઉત્પાદન કોડ: 35

એસબીઆઈ લાઈફ - શુભ નિવેશ

કરો પાવન
શરૂઆત
નિયમિત
આવક સાથે.

ઈન્ડિવિજ્યુઅલ, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ, લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ.

તમારાં પરિવારના લક્ષ્યો સાકાર કરવા, તમારી વધતી જીવનશૈલી જરૂરિયાતો પૂરી કરવી અને તમારાં સ્વજનોની સલામતી સુનિશ્ચિત કરવી હંમેશા તમારી પ્રાથમિકતા રહી છે. હવે, એસબીઆઈ લાઈફ - શુભ નિવેશ સાથે આશાસ્પદ ભવિષ્યનો આનંદ માણો, જે તમને સુરક્ષા, બચત અને નિયમિત આવક પૂરી પાડે છે જેથી તમે આજીવન માટે સલામત આર્થિક ભંડોળ ઊભું કરી શકો.

મુખ્ય લાભો :
  • ઈન્શ્યૉરન્સ કવર, સેવિંગ્સ અને રેગ્યુલર ઈન્કમનો ત્રણ ગણો લાભ
  • હોલ લાઈફ ઑપ્શન સાથે એન્ડોવમેન્ટમાં 100 વર્ષની ઉંમર સુધી ઈન્શ્યૉરન્સ કવર
  • નજીવા ખર્ચે ત્રણ રાઈડર^ વિકલ્પો સાથે તમારાં કવરેજમાં વધારો કરો

^એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર (UIN : 111B014V02), એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ (ADB) રાઈડર (UIN : 111B015V03), એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસએબિલિટી (ATPD) બેનિફિટ રાઈડર (UIN : 111B016V02)

વિશેષતાઓ

એસબીઆઈ લાઈફ - શુભ નિવેશ

એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, પાર્ટિસિપેટિંગ લાઈફ ઈન્શ્યૉરન્સ સેવિંગ્સ પ્રોડક્ટ

plan profile

દિનેશ, 47 વર્ષની ઉંમરના, વ્યવસાયે પ્રોફેસર છે, તેમણે તેમના કુટુંબની નાણાકીય જરૂરિયાતોની સંભાળ લેવા અને જીવનભર સુરક્ષિત રહેવા માટે આજીવન સુરક્ષા સાથે એન્ડોવમેન્ટ પ્લાન પસંદ કર્યો છે.

એસબીઆઇ લાઇફ - શુભ નિવેશ સાથે તમે પણ કેવી રીતે ચિંતામુક્ત જીવન જીવી શકો છો તે જોવા માટે નીચેના ફોર્મ ફીલ્ડ્સ બદલો.

Name:

DOB:

Gender:

Male Female Third Gender

Staff:

Yes No

Let's finalize the policy duration you are comfortable with...

Policy Term

5 30

Plan

Endowment Option
Endowment with Whole Life Option

A little information about the premium options...

Premium Frequency

Sum Assured

75,000 25,00,00,000

Let's finalize the rider options...

SBI Life - Preferred Term Rider (UIN:111B014V02):

Term for preferred Term Rider

5 30

Preferred Term Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Death Benefit Rider (UIN:111B015V03):

Term for ADB Rider

5 30

ADB Rider Sum Assured

25,000 50,00,000

SBI Life - Accidental Total & Permanent Disablity Benefit Rider (UIN:111B016V03):

Term for ATPDB Rider

5 30

ATPDB Rider Sum Assured

25,000 50,00,000

Reset
sum assured

Sum Assured


premium frequency

Premium frequency

Premium amount
(excluding taxes)


premium paying

Premium Payment Term


policy term

Policy Term


maturity benefits

Maturity Benefit

At assumed rate of returns** @ 4%


or
@ 8%

Give a Missed Call

ખાસિયતો

  • તમારી વીમા જરૂરિયાતોનાં આધારે 30 વર્ષ સુધી અથવા આજીવન માટે લાઈફ કવર મેળવો.
  • સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન સિમ્પલ રિવર્સનરી બોનસ
  • બે પ્લાન વિકલ્પો - એન્ડોવમેંટ વિકલ્પ અને એન્ડોવમેંટ વિથ હોલ લાઈફ વિકલ્પ.
  • ત્રણ રાઈડર વિકલ્પો સાથે પરવડે એવી કિંમતમાં સર્વગ્રાહી સુરક્ષા મેળવો.
  • એન્ડોવમેંટ વિથ હોલ લાઈફ વિકલ્પ હેઠળ મેચ્યોરિટી પછી વીમિત વ્યક્તિનું મૃત્યુ થવા પર વધારાનું બેઝિક સમ એશ્યૉર્ડ પૂરું પાડે છે.

ફાયદાઓ

સલામતી
  • તમારા પરિવારને સુરક્ષિત રાખો અને તેમની મહત્વાકાંક્ષાઓ સાકાર કરવા તેમને સક્ષમ બનાવો.
  • તમારા આર્થિક લક્ષ્યો સાકાર કરવામાં તમને મદદ કરે છે.
વિશ્વસનીયતા
  • સંપૂર્ણ પૉલિસી મુદત દરમિયાન નિયમિત સિમ્પલ રિવર્સનરી બોનસ મારફત તમારું પોતાનું ભંડોળ ઊભું કરો
લવચીકતા
  • તમારી આર્થિક જરૂરિયાતો પૂરી કરવા તમને લાઈફ કવરેજ પૂરું પાડવા બે પ્લાન વિકલ્પો.
  • તમારી આર્થિક જરૂરિયાતોને અનુરુપ નિયમિત આવક મેળવવાનો વિકલ્પ.
  • સિંગલ અથવા રેગ્યુલર પ્રીમિયમ ચૂકવણીનો વિકલ્પ
પરવડવા યોગ્ય
  • સાધારણ કિંમતમાં ત્રણ રાઈડર વિકલ્પો સાથે તમારા કવરેજમાં વધારો કરો.
  • એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર
  • એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર
કર લાભો મેળવો​*

પરિપક્વતા (મેચ્યોરિટી) લાભ:


પસંદ કરેલા પ્લાન વિકલ્પ આધારે:

એન્ડોવમેન્ટ વિકલ્પ

  • એન્ડોવમેન્ટ ટર્મ પૂરી થયા પછી મૂળ વીમા રકમ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે ચુકવી દેવામાં  આવશે, આ માટે પૉલિસી ઈન-ફોર્સ હોવી જરૂ‚રી છે.
  • ડીફર્ડ મેચ્યોરિટી પેમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે : એન્ડોવમેન્ટ મુદતના અંતે પસંદ કરી શકાય છે.

એન્ડોવમેન્ટ હોલ લાઈફ વિકલ્પ સહિત

  • એન્ડોવમેન્ટ મુદત પૂરી થયા પછી મૂળ વીમા રકમ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે ચુકવી દેવામાં આવશે, આ માટે પૉલિસી ઈન-ફોર્સ હોવી જરૂરી છે.
  • 100 વર્ષની ઉંમરના થવા પર : વધારાની મૂળ વીમા રકમ ચુકવી દેવામાં આવશે.
  • ડીફર્ટ મચ્યોરિટી પેમેન્ટ વિકલ્પ ઉપલબ્ધ છે : એન્ડોવમેન્ટ મુદત પૂરી થવા પર પસંદ કરી શકાય છે. 

મૃત્યુ લાભ:


વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં, પસંદ કરેલા પ્લાન વિકલ્પ આધારે:


એન્ડોવમેન્ટ વિકલ્પ :

  • એન્ડોવમેંટમુદતપૂરીથતાપહેલાપૉલિસીઈન-ફોર્સહોવાનેઆધીન:
  • રેગ્યુલરપ્રીમિયમમાટે: (એ,બી) માંથીજેવધુહોયતેનોમિની/લાભાર્થી/કાનૂનીવારસનેચૂકવીદેવામાંઆવેછે, જેમાં :
    1. એ. મૃત્યુ પરની વીમા રકમ + વેસ્ટેડ સિમ્પલ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો.
      જેમાં સમ એશ્યૉર્ડ ઑન ડેથ બેઝિક સમ એશ્યૉર્ડ અથવા વાર્ષિકીકૃત પ્રીમિયમના$ 10 ગણાં માંથી જે વધુ હોય તે રહેશે.
    2. જ્યાં, $વાર્ષિકીકૃત પ્રીમિયમ એ પ્રીમિયમ રકમ રહેશે જે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર હોય અને પૉલિસીધારકે પસંદ કરી હોય, જેમાં લાગુ થતા કરવેરા, રાઈડર પ્રીમિયમો, અંડરરાઈટિંગ એકસ્ટ્રા પ્રીમિયમો અને મૉડેલ પ્રીમિયમ માટે લોડિંગ્સ, જો કોઈ હોય તો તે સામેલ નથી

    3. બી. મૃત્યુની તારીખ સુધીમાં મેળવેલા@ કુલ પ્રીમિયમોના 105%.

@કુલ ચૂકવેલા/મેળવેલા પ્રીમિયમો એટલે કે પ્રાપ્ત કરેલા બધાં જ પ્રીમિયમોનો સરવાળો, જેમાં કોઈ વધારાનું પ્રીમિયમ, રાઈડર પ્રીમિયમ અને કરવેરા સામેલ નથી.


સિંગલ પ્રીમિયમ માટે : મૃત્યુ થવા પર વીમા રકમ + વેસ્ટેડ રિવર્સનરી બોનસ + ટર્મિનલ બોનસ, જો કોઈ હોય તો તે નોમિની/લાભાર્થી/કાનૂની વારસને ચુકવી દેવામાં આવે છે.


જેમાં સમ એશ્યૉર્ડ ઑન ડેથ બેઝિક સમ એશ્યૉર્ડ અથવા સિંગલ પ્રીમિયમના$ 1.25 ગણાં માંથી જે વધુ હોય તે રહેશે.


એન્ડોવમેન્ટ હોલ લાઈફ વિકલ્પ સહિત

  • એન્ડોવમેંટ મુદત પૂરી થતા પહેલા પૉલિસી ઈન-ફોર્સ હોવાને આધીન :
  • એન્ડોવમેન્ટ વિકલ્પના પૉઈન્ટ 1 હેઠળ વ્યાખ્યા કરાયા મુજબ મૃત્યુ લાભ નોમિની/લાભાર્થી/કાનૂની વારસને ચુકવી દેવામાં આવશે.
  • એન્ડોવમેંટ મુદત પૂરી થયા પછી, જો હોલ લાઈફ વિકલ્પ પસંદ કર્યો હોય તો :
  • બેઝિક સમ એશ્યૉર્ડ બેનિફિટ નોમિની/લાભાર્થી/કાનૂની વારસને ચૂકવી દેવામાં આવશે.

અન્ય લાભો

ડીફર્ડ મેચ્યોરિટી પેમેન્ટ વિકલ્પ :
તમે નિયમિત અંતરાળે આવક મેળવવા આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. એન્ડોવમેન્ટ મુદત પૂરી થવા સમયે તમે પૂરી વીમા રકમ જમા થયેલા બોનસો સહિત ઉપાડ કરી શકો છો અથવા તમે માત્ર બોનસ ઉપાડ કરીને મૂળ વીમા રકમ 5, 10, 15 અથવા 20 વર્ષની નિર્ધારિત મુદત સુધી નિયમિત અંતરાળે આવક મેળવવા રાખી શકો છો. આવક તમારી પસંદની વારંવારતા (વાર્ષિક, અર્ધ-વાર્ષિક, ત્રૈમાસિક, માસિક) એ ચૂકવવામાં આવશે.


ત્રણ રાઇડર વિકલ્પો: -

  1. એસબીઆઈ લાઈફ - પ્રીફર્ડ ટર્મ રાઈડર (UIN: 111B014V02) : મૃત્યુ થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, રાઈડર સમ એશ્યૉર્ડ મૂળ પૉલિસી અંતર્ગત મૃત્યુ લાભ ઉપરાંત ચૂકવી દેવામાં આવશે.
  2. એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ રાઈડર (UIN: 111B015V03) : અકસ્માતને લીધે મૃત્યુ થવાના કિસ્સામાં, રાઈડર સમ એશ્યૉર્ડ મૂળ પૉલિસી હેઠળ મૃત્યુ લાભ ઉપરાંત ચૂકવી દેવામાં આવશે.
  3. એસબીઆઈ લાઈફ - એક્સિડેન્ટલ ટોટલ ઍન્ડ પર્મેનન્ટ ડિસેબિલિટી બેનિફિટ રાઈડર (UIN 111B016V03) : અકસ્માતો અચાનક થાય છે. તેને લીધે સંપૂર્ણ અને કાયમી અપંગતા થઈ શકે છે અને આ રાઈડર આવી વિકલાંગતા સામે સંરક્ષણ પૂરું પાડે છે. એટીપીડી થવાની દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં, રાઈડર સમ એશ્યૉર્ડ ચૂકવી દેવામાં આવે છે પરંતુ પૉલિસી અને અન્ય લાભો ચાલુ રહે છે.

પ્રીમિયમો ચૂકવવા પર, બેઝ કવર્સ અને રાઈડર કવર્સ તમે પસંદ કરેલી મુદતના અંત સુધી ચાલુ રહે છે

null
++ઉંમર સંબંધિત બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબ ઉંમર માટેના છે.
#માસિક પ્રકાર માટે, ૩ મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહે છે. રીન્યુઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર ઈલેક્ટ્રૉનિક ક્લિયરિંગ સિસ્ટમ (ESC) અથવા સ્ટેન્ડિંગ ઈન્સ્ટ્રક્શન્સ (જેમાં ચૂકવણી બૅન્ક એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ડેબિટ કરીને અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવે છે) દ્વારા જ કરી શકાશે.
મંથલી સેલેરી સેવિંગ્સ સ્કીમ (SSS) માટે 2 મહિનાનું સુધીની પ્રીમિયમ એડવાન્સમાં ભરવાનું રહેશે અને રીન્યુઅલ પ્રીમિયમની ચૂકવણી માત્ર સેલેરી કપાત મારફત જ માન્ય છે.

NW/35/ver1/03/22/WEB/GUJ

**વળતરના અનુમાનિત દરો અનુક્રમે 4% અને 8% દ.વ. લાગુ થતા બધાં જ ચાર્જીસ ધ્યાનમાં લીધા પછી માત્ર આ દરે દૃષ્ટાંતરૂપ રૂપરેખા છે. બોનસ દરો બોનસ જમા થવાની મુદત દરમિયાન સ્થિર રહેવાનું અનુમાન છે, જ્યારે વાસ્તવિક બોનસ કંપનીના રોકાણ અનુભવ આધારે બદલાઈ શકે છે. આ ગૅરંટેડ નથી અને તે વળતરની ઉચ્ચ અથવા નિમ્ન મર્યાદા નથી. વળતરો ભાવિ રોકાણ કામગીરી સહિત અન્ય કેટલાંક પરિબળો પર આધારિત રહે છે.

જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

રાઈડર્સ માટેના જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને રાઈડર બ્રોશર કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો :
કર લાભ આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભ/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધીન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.