SBI લાઇફ CSC સરલ સંચય |પરિવર્તનશીલ જીવન વીમા પ્લાન
close

By pursuing your navigation on our website, you allow us to place cookies on your device. These cookies are set in order to secure your browsing, improve your user experience and enable us to compile statistics  For further information, please view our "privacy policy"

SBI Logo

Join Us

Tool Free 1800 22 9090

એસબીઆઇ લાઇફ - CSC સરલ સંચય

UIN: 111N099V01

Product Code: 1T

null

નાના રોકાણ વડે, ખુશીઑની સાથે સંરક્ષણ મેળવો.

  • જીવન સુરક્ષા સાથે બચત
  • ત્રિમાસિક વ્યાજ સંચય
  • આંશિક ઉપાડની સવલત
વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વેરિએબલ વીમા ઉત્પાદન

આ પ્લાન કરારનાં પ્રથમ પાંચ વર્ષ દરમિયાન કોઈપણ તરલતા ઑફર કરતો નથી. પૉલિસીહોલ્ડર 5 માં પૉલિસી વર્ષના અંત સુધી આ પ્લાનમાં રોકાણ કરેલ પૈસાને સંપૂર્ણપણે અથવા આંશિક રીતે ઉપાડી શકશે નહીં.

શું તમે ઓછી કિંમતે સંરક્ષણ મેળવવા માટે અને ટર્મની સમાપ્તિએ સુનિશ્ચિત લાભો પણ મેળવવા માંગો છો?


એસબીઆઇ લાઇફ - CSC સરલ સંચય સાથે બચત અને વીમા કવરનો બેવડો લાભ મેળવો.

આ પ્લાન પ્રદાન કરે છે –
  • સુરક્ષા – સંભવિત ઘટનાના કિસ્સામાં તમારા કુટુંબના નાણાકીય રક્ષણ માટે
  • વિશ્વસનીયતા - તમારા પૉલિસી એકાઉન્ટમાં ત્રિમાસિક વ્યાજનો સંચય થાય છે
  • લવચીકતા - તમારું પૉલિસી એકાઉન્ટ ટોપ-અપ કરવાની
  • સરળતા - સ્પોટ પર વીમા સાથે
  • તરલતા - પૉલિસીના 6ઠ્ઠા વર્ષેથી આંશિક ઉપાડ

નાની બચત લાંબાગાળે એક સુખમય જીવન વીતાવવામાં તમારી મદદ કરે છે.

હાઈલાઈટ્સ

null

વ્યક્તિગત, નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, વેરિએબલ વીમા ઉત્પાદન

સુવિધાઓ
 
  • બચત પ્લાન સાથેનો વીમો
  • સમગ્ર પૉલિસી ટર્મ દરમિયાન ત્રિમાસિક વ્યાજની ઉમેરણીઓ
  • ટૉપ-અપ સુવિધા
  • આધાર આધારિત પૉલિસી એપ્લિકેશનની પ્રક્રિયા
  • આંશિક ઉપાડની સુવિધા 6ઠ્ઠા પૉલિસી વર્ષેથી ઉપલબ્ધ
ફાયદાઓ
સુરક્ષા
  • એક જ પ્લાન હેઠળ તમારી બચત એકત્રિત કરવાનો અને કુટુંબના ભવિષ્યની સુરક્ષા કરવાનો, એમ બેવડા લાભનો આનંદ લો
વિશ્વસનીયતા
  • તમારા પૈસા વધારવા માટે સમગ્ર પૉલિસી અવધિ દરમિયાન વાર્ષિક 1% નો ન્યૂનતમ ફ્લોર દર
લવચીકતા
  • તમારા કોર્પસને બનાવવા માટે સમાન પૉલિસીમાં વધારાના ફંડ્સનું રોકાણ કરવાનું પસંદ કરો
  • તમારી અનુકૂળતા અનુસાર પ્રીમિયમ ચુકવણીની આવૃત્તિ પસંદ કરો
સરળતા
  • તમારા આધાર નંબર સાથે ઑનલાઇન એપ્લિકેશનની સરળતા
  • તમારી પૉલિસીના સ્પોટ પર જ ફાળવણી માટે કોઈપણ CSC માં જઈ મુલાકાત લો
તરલતા
  • તમારી તરલતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે 6ઠ્ઠા પૉલિસી વર્ષથી આંશિક ઉપાડ કરો
કર લાભો મેળવો*
મૃત્યુ લાભ
પૉલિસી મુદત દરમિયાન લાઇફ એશ્યોર્ડનાં મૃત્યુની ઘટનામાં, અમે નીચે વ્યાખ્યાયિત કર્યા મુજબ A, B, C અને D નું ઉચ્ચતમ ચુકવવામાં આવશે, જો પૉલિસી ચાલુ હોય તો:
  • A. સમ એશ્યોર્ડ
  • B. મૃત્યુની તારીખ સુધી, ચુકવેલ ટૉપ-અપ પ્રીમિયમ્સ સહિત ચુકવેલ કુલ પ્રીમિયમ્સનાં 105%.
  • C. મૃત્યુની તારીખ સુધી, ચુકવેલ ટૉપ-અપ પ્રીમિયમ્સ સહિત ચુકવેલ કુલ પ્રીમિયમ્સનાં 1% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દરે.
  • D. તમારા ઇન્ડિવિજ્યુઅલ પૉલિસી એકાઉન્ટ (IPA) માં બેલેન્સ
પરિપક્વતા લાભ
લાઇફ એશ્યોર્ડની હયાતીમાં પૉલિસી ટર્મની સમાપ્તિ સુધી, અમે A અથવા B માંથી વધુ ચુકવીશું, જ્યાં,
  • A. પરિપક્વતા તારીખ સુધી, ચુકવેલ ટૉપ-અપ પ્રીમિયમ્સ સહિત ચુકવેલ કુલ પ્રીમિયમ્સનાં 1% વાર્ષિક ચક્રવૃદ્ધિના દરે, બાદ આંશિક ઉપાડ જો કોઈ કરેલ હોય.
  • B. પરિપક્વતાની તારીખ પર તમારા IPA માં બેલેન્સ./li>

ઉપર જણાવ્યું હતું તે મુજબ લાભ, તમારી પૉલિસી ટર્મની સમાપ્તિ પર અમલમાં હોય તો તે કિસ્સામાં જ ફક્ત ચુકવવાપાત્ર હશે.
નોંધ: મૃત્યુ અથવા પરિપક્વતા લાભના કિસ્સામાં, IPA માંનુ બેલેન્સ ત્રિમાસિકનાં બાકી ભાગ માટે અગ્રિમ વ્યાજ ક્રેડિટ કરીને ઘટાડવામાં આવશે.
*કરવેરા લાભો
  • ચુકવેલ પ્રીમિયમની બાબતમાં કર કપાત આવક વેરા કાયદા, 1961 ની કલમ 80C હેઠળ ઉપલબ્ધ છે. જોકે, નાણાકીય વર્ષ દરમિયાન ચુકવેલ પ્રીમિયમ, વાસ્તવિક મુદ્દલ સમ એશ્યોર્ડના 10% કરતા વધી જાય છે તો કિસ્સામાં, કર લાભને વીમાની રકમના 10% સુધી સીમિત કરવામાં આવશે.
  • આવક વેરા કાયદાની કલમ 10(10D) હેઠળ, આવકવેરા છૂટ, પૉલિસીના સમયગાળા દરમિયાનનાં વર્ષોમાંથી કોઈપણ વર્ષે, પ્રીમિયમ વાસ્તવિક મુદલ સમ એશ્યોર્ડના 10% થી વધુ ન ગયું હોય તેને પાત્ર છે.
  • કર લાભો, આવકવેરા કાયદા અનુસાર છે અને તે સમય સમય પર બદલવાને પાત્ર છે. કૃપા કરીને વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.

જોખમી પરિબળો, નિયમો અને શરતો પર વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ કરતા પહેલાં વેચાણ બ્રોશર ધ્યાનપૂર્વક વાંચો.
એસબીઆઇ લાઇફ - CSC સરલ સંચયના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો.
null
*ઉંમરને લગતા તમામ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ મુજબની ઉંમર પ્રમાણે છે.

1T.ver.02-06/17 WEB GUJ

વેચાણ પૂર્ણ કરતા પહેલા જોખમ પરિબળો, નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે કૃપા કરીને વેચાણ માહિતી પત્રિકાને કાળજીપૂર્વક વાંચો.

*કર લાભો:
કર લાભો આવકવેરાના નિયમો મુજબ છે અને તે સમયે સમયે ફેરફારને પાત્ર છે. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.
પ્લાન લાભો હેઠળ દરેક ઉત્પાદન પૃષ્ઠ પર એક વધુ કર અસ્વીકૃતિ અસ્તિત્વમાં છે. તમે ભારતમાં લાગુ કરાયેલા આવક વેરા કાયદા અનુસાર આવકવેરાના લાભો/છૂટછાટો માટે લાયક છો, જે સમયાંતરે ફેરફારને પાત્ર છે. વધુ માહિતી માટે તમે અમારી વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. કૃપા કરીને વધુ વિગતો માટે તમારા કર સલાહકારનો સંપર્ક કરો.