નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ ગ્રુપ માઈક્રો ટર્મ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ પાકતી મુદતે 50% પ્રીમિયમ પાછું મળવા (રીટર્ન) સહિત
શું તમે માઈક્રો ફાઈનાન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન (એમએફઆઈ) અથવા નૉન-ગવર્મેન્ટ ઑર્ગેનાઈઝેશન (એનજીઓ) છો અને તમારા સદસ્યોના જીવનને સલામત કરવા પરવડે એવાં પ્લાન્સ જોઈ રહ્યા છો?
એસબીઆઈ લાઈફ-શક્તિ તમારા સદસ્યોને સુરક્ષા પૂરી પાડવા સવિશેષ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેઓ પાકતી મુદતે 50% પ્રીમિયમો પણ પાછા મેળવશે.
એસબીઆઈ લાઈફ-શક્તિ પ્લાન તમને આપે છે -
- સુરક્ષા - તમારા સભ્યોને સુરક્ષિત કરો અને તેઓના કુટુંબને કોઈ સંભવિત ઘટનાના કિસ્સામાં સુરક્ષિત કરો
- વિશ્વસનીયતા - પાકતી મુદતે ચૂકવેલા પ્રીમિયમોના 50% પાછા આપીને
- લવચિકતા - તમારા સદસ્યોની જરૂરિયાતો પ્રમાણે વીમા રકમની પસંદગી આપીને.
- સામર્થ્ય - વ્યાજબી પ્રીમિયમ્સ સાથે
આર્થિક સ્વતંત્રતાની સફરમાં તમારા સદસ્યોને આધાર પૂરો પાડો.