UIN: 111G102V01
પ્રોડક્ટ કોડ : 76
નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ એક વર્ષનું રીન્યૂએબલ ગ્રુપ ટર્મ ઈન્શ્યૉરન્સ પ્લાન
શું ઉંચા પ્રીમિયમો તમને તમારા જીવનનો વીમો કરવાથી દૂર રાખે છે?
એસબીઆઈ લાઈફ - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના દ્વારા તમારા કુટુંબનાં ભવિષ્યને સુરક્ષિત કરો. સામાન્ય પ્રીમિયમમાં 2 લાખનું લાઈફ કવર મેળવો.
તમારા પરિવારના ભવિષ્યને સલામત કરો આજે જ.
નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ, એક વર્ષની રિન્યૂએબલ ગ્રુપ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન
કર લાભો મેળવો*
આ પ્લાન હેઠળ કોઈ પરિપક્વતા અથવા સરેન્ડર લાભ નથી.
વીમા સુરક્ષા શરૂ થવાની તારીખ સ્કીમમાં સામેલ થવા વીમિત વ્યક્તિના ખાતા માંથી પ્રીમિયમ ડેબિટ કરવામાં આવે એ તારીખ છે અને વીમા સુરક્ષા ત્યારપછીના વર્ષની તારીખ 31 મે સુધી રહેશે. ત્યારપછી, તમારા સેવિંગ્સ બૅન્ક ખાતામાં પ્રીમિયમ ઉધારીને વીમા સુરક્ષા દર વર્ષની 1લી જૂને રીન્યૂ કરાવી શકાય છે. આ પ્રીમિયમ ભારત સરકાર દ્વારા વખતો વખત નિર્દિષ્ટ કરાયા પ્રમાણે ફેરફારને આધિન રહે છે.
જો મેમ્બર 1 જૂન પછી સ્કીમમાં સામેલ થવા ઈચ્છતા હોય તો તે/તેણી આખા વર્ષનું/સામેલ થાય એ મહિના આધારે પ્રો-રેટા પ્રીમિયમ ચૂકવીને અને આવશ્યક દસ્તાવેજો/ઘોષણાઓ, જો કોઈ હોય તો તે સ્કીમના નિયમો અનુસાર નિર્દિષ્ટ કરાયા મુજબ રજુ કરીને સામેલ થઈ શકે છે. પ્રવેશ માટેનાં નિયમો ભારત સરકાર દ્વારા વખતો વખત નિર્દિષ્ટ કરાયા મુજબ રહેશે. આખા વર્ષનું પ્રીમિયમ એટલે કે રૂ. 330/- સ્કીમ હેઠળ રીન્યૂઅલ સમયે ચૂકવવાપાત્ર રહેશે અને પ્રો-રેટા ચૂકવણી નહીં કરી શકાય.
સ્કીમમાં સામેલ થતા નવા મેમ્બરો માટે સ્કીમમાં પ્રવેશની તારીખથી પહેલા 45 દિવસો દરમિયાન જોખમને આવરી લેવામાં આવશે નહીં (લીન પિરિયડ) અને લીન પિરિયડ દરમિયાન મૃત્યુ (અકસ્માત સિવાય થયેલ) થવાના કિસ્સામાં કોઈ ક્લેમ સ્વીકાર્ય નહીં રહે.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર આવકવેરા લાભો/માફી, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો
આ પ્લાનની સંક્ષિપ્ત વિશેષતાઓ માત્ર છે. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
એસબીઆઈ લાઈફ - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજનાના જોખમી પરિબળો, નિયમો અને શરતો પરની વધુ વિગતો માટે, નીચેના દસ્તાવેજોને કાળજીપૂર્વક વાંચો
NW/76/ver1/05/22/WEB/GUJ
જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
*કર લાભો:
કર લાભો આવકવેરા કાયદા અનુસાર છે અને વખતોવખત તેમાં થતા ફેરફારને આધિન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
ભારતમાં લાગુ આવકવેરા કાયદા અનુસાર તમે આવકવેરા લાભો/માફી માટે પાત્ર બનો છો, આ કાયદા સમયાંતરે થતા ફેરફારને આધિન રહે છે. વધુ વિગતો માટે, અહીં ક્લિક કરો.કૃપા કરી વિગતો માટે તમારાં કર સલાહકારની સલાહ લો.