એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ ???gu.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800 22 9090 56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook
   
વ્યક્તિગત પ્લાન્સ
યુનિટ લિંક્ડ પ્લાન્સ
ચાઇલ્ડ પ્લાન્સ
પેન્શન પ્લાન્સ
પ્રોટેક્શન પ્લાન્સ
સેવિંગ્સ પ્લાન
મુખ પૃષ્ઠ > સંરક્ષણ યોજનાઓ > એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ

એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ
(UIN : 111N089V01)

 પોલિસી દસ્તાવેજ  | ઇમેલ
 
ગ્રાહકો કૃપા કરી નોંધ લેશો કે અનુવાદ કરેલ લખાણમાં કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં અંગ્રેજી લખાણમાં સંબંધ અને હેતુ દર્શાવતો અર્થ જ પ્રવર્તમાન રહેશે.
પરિચય
મુખ્ય લાક્ષણિકતાઓ
પ્રોડક્ટ સ્નેપશોટ
ફાયદાઓ
 
  
પરિચય:
 
એસબીઆઈ લાઈફ - ઈશીલ્ડ એક વ્યક્તિગત, નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ પ્યોર ટર્મ પ્લાન છે, જે પરવડે એવી કિંમતમાં શ્રેષ્ઠ આર્થિક સુરક્ષા મેળવવા ઈચ્છતા લોકો માટે સવિશેષ રચના કરાયેલા વિકલ્પો અને લાભો પણ ધરાવે છે.
 

મુખ્ય લાક્ષણિકતાઓ:
 
પરવડે એવા પ્રીમિયમમાં તમારા પરિવાર માટે સુરક્ષા.
 
લાઈફ કવરની સલામતી માટે સરળ અને ખામી રહિત ઑનલાઈન પ્રક્રિયા.
 
સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી જાળવવા પર તમને રિવૉર્ડસ પણ આપે છે.
 
પ્લાન વિકલ્પોની વ્યાપક શ્રેણી જે લેવલ અને વધતી સુરક્ષા પણ ધરાવે છે.
 
એક્સિડેન્ટલ ડેથ બેનિફિટનો વધારાનો લાભ.
 
આવકવેરા ધારો ૧૯૬૧ની કલમ ૮૦સી અને ૧૦(૧૦ડી) હેઠળ કર લાભો#.

પ્રોડક્ટ સ્નેપશોટ
 
પ્લાન વિકલ્પો
લેવલ કવર
લેવલ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ
ઈન્ક્રીઝિંગ કવર
ઈન્ક્રીઝિંગ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ
પ્રવેશ સમયે ઉંમર^ ઓછામાં ઓછી : ૧૮ વર્ષ વધુમાં વધુ : લેવલ કવર અને લેવલ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ માટે : ૬૫ વર્ષ

ઈન્ક્રીઝિંગ કવર અને ઈન્ક્રીઝિંગ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ માટે : ૬૦ વર્ષ
પાકતી મુદતે વધુમાં વધુ ઉંમર^ ૭૦ વર્ષ
મૂળભુત વીમા રકમ ઓછામાં ઓછી : રૂ.૨૦,૦૦,૦૦૦/- વીમા રકમ રૂ.૧,૦૦,૦૦૦ ના ગુણાંકમાં જ રહેશે વધુમાં વધુ : કોઈ સીમા નહીં (અંડરરાઈટિંગને આધીન)
પૉલિસી મુદત ઓછામાં ઓછી : લેવલ કવર અને લેવલ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ માટે : ૫ વર્ષ

ઈન્ક્રીઝિંગ કવર અને ઈન્ક્રીઝિંક કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ માટે : ૧૦ વર્ષ
વધુમાં વધુ : ૩૦ વર્ષ
પ્રીમિયમ વારંવારતા વાર્ષિક
પ્રીમિયમ ચુકવણી મુદત પૉલિસી મુદત જેટલી જ
પ્રીમિયમની રકમ Min: રૂ.૩,૫૦૦ /- Max: કોઈ સીમા નહીં
^ ઉંમરને લગતા બધા જ સંદર્ભો છેલ્લા જન્મ દિવસ અનુસાર છે.
 
લાગુ થતી વીમા રકમ (સમ એશ્યૉર્ડ):
લેવલ કવર અને લેવલ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ : કોઈપણ દિવસે લાગુ થતી વીમા રકમ મૂળભુત વીમા રકમ બરાબર જ રહેશે.
 
ઈન્ક્રીઝિંગ કવર અને ઈન્ક્રીઝિંગ કવર સાથે એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ : કોઈપણ દિવસે લાગુ થતી વીમા રકમ મૂળભુત વીમા રકમ રહેશે જે પ્રીમિયમમાં વધારો થયા વિના દર ૫મા પૉલિસ વર્ષે ૧૦% સિમ્પલ વ્યાજ દરે વૃદ્ધિ પામશે.

ફાયદા:
 
મૃત્યુ થવા પર:
  પસંદ કરેલા પ્લાન વિકલ્પ આધારે નોમિની મૃત્યુ થવાના સમયે લાગુ થતી વીમા રકમ મેળવશે.
 
 
મૃત્યુ લાભ તો જ ચુકવવામાં આવશે જો અગર બધા જ રેગ્યૂલર પ્રીમિયમો ચુકવી દીધા હોય અને ક્લેમની તારીખના રોજ પૉલિસી ઈનફોર્સ હોય.
 
પાકતી મુદત પર: મુદતના અંતે કોઈ જ સર્વાઈવલ બેનિફિટ ઉપલબ્ધ નથી.
 
અન્ય ફાયદા:
  એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ : પ્લાન વિકલ્પોમાં ઈનબિલ્ટ-લેવલ કવર એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ સહિત અને ઈન્ક્રીઝિંગ કવર એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ સહિત.
 
  જો ઉપરના માંથી કોઈ એક પ્લાન વિકલ્પ પસંદ કર્યો હોય તો પૉલિસીની મુદત દરમિયાન અકસ્માતને લીધે વીમિત વ્યક્તિનું મૃત્યુ થવાના કિસ્સામાં લાભાર્થીને મૃત્યુ થવાના સમયે લાગુ થતી વીમા રકમ ઉપરાંત એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ ચુકવવામાં આવશે.
 
 
એક્સિડેન્ટલ ડેથ બેનિફિટ મૂળભુત વીમા રકમ અથવા ‚.૫૦ લાખ માંથી જે પર ઓછું હોય એટલો રહેશે.
 
કર લાભો :
 
કલમ 80 (C) હેઠળ કર કપાત ઉપલબ્ધ છે. જોકે, નાણાકીય વર્ષ દરમિયાન ચુકવેલું પ્રીમિયમ વીમા રકમના 10% કરતા વધી જાય તો આ લાભ વીમા રકમના 10% સુધી જ મર્યાદિત રહેશે.
 
 
કલમ 10(10D) હેઠળ કર છૂટ ઉપલબ્ધ છે, જે પૉલિસીની મુદત દરમિયાન કોઈ પણ વર્ષે પ્રીમિયમ વીમા રકમના 10%થી વધે નહીં એ શરતને આધીન છે.
 
* કર લાભો આવક વેરાના કાયદા અનુસાર છે અને સમયાંતરે ફેરફારને આધીન છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો. આ પ્લાનની માત્ર સંક્ષિપ્ત વિશેષતાઓ છે. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
1G.ver.01-03/14 WEB GUJ
બેનામી ફોન કૉલ્સ અને નકલી/કાલ્પનિક ઑફરોથી સાવધાન રહો. IRDA સામાન્ય જનતાને ખુલાસો કરે છે કે : • IRDA અથવા તેના અધિકારીઓ કોઈપણ પ્રકારના વીમા અથવા આર્થિક ઉત્પાદનોના વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નથી અને ન તો તે પ્રીમિયમોનું રોકાણ કરે છે. • IRDA દ્વારા કોઈ બોનસ જાહેર કરવામાં નથી આવતું. જે કોઈ લોકો આવા ફોન કૉલ્સ મેળવે તેમને ફોન કૉલ નંબરની વિગતો સહિત પોલીસમાં ફરિયાદ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે.

 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
SBI | SBI Online Banking | SBI General Insurance | SBI Card | SBI AMC | SBI Capital | SBI Global Factors | SBI DFHI Ltd
IRDAI | IRDAI દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDAI રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
CIN: U99999MH2000PLC129113
2014 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.