એસબીઆઈ લાઈફ - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના ???gu.user.selcrs???
SBI Life Insurance English | हिन्दी | বংলা | தமிழ் | తెలుగు | मराठी | ગુજરાતી | ಕನ್ನಡ | ਪੰਜਾਬੀ | മലയാളം
ટોલ ફ્રી પર કૉલ કરો 1800 22 9090 56161 પર 'CELEBRATE' એસએમએસ કરો
અમને અહીંયા મેળવો  Twitter  Facebook
   
ગ્રુપ પ્લાન્સ
કોર્પોરેટ સોલ્યુશન્સ
ગ્રુપ લોન પ્રોટેક્શન પ્રોડક્ટસ
ગ્રુપ માઇક્રો ઇન્શ્યોરન્સ પ્લાન્સ
મુખ પૃષ્ઠ > એસબીઆઈ લાઈફ - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના

મુખ પૃષ્ઠ > કોર્પોરેટ સોલ્યુશન્સ > ગ્રુપ પ્રોટેક્શન પ્લાન્સ > એસબીઆઈ લાઈફ - પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
(UIN : 111G102V01)

 ફેરફાર નિવેદન ફોર્મ | દાવા (ક્લેમ) ફોર્મ | દાવા (ક્લેમ)ની પ્રક્રિયા | દાવા (ક્લેમ) ઈ-મેઈલ | પૉલિસી સર્વિસિંગ ઈ-મેઈલ
 
ગ્રાહકો કૃપા કરી નોંધ લેશો કે અનુવાદ કરેલ લખાણમાં કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં અંગ્રેજી લખાણમાં સંબંધ અને હેતુ દર્શાવતો અર્થ જ પ્રવર્તમાન રહેશે.
પરિચય
મુખ્ય વિશેષતાઓ

પ્લાન પર ઉડતી નજર
ફાયદાઓ
બ્રોશર
પોલિસી દસ્તાવેજ
 
  
પરિચય:
 
આ નૉન-લિંક્ડ, નૉન-પાર્ટિસિપેટિંગ, એક વર્ષનો રીન્યૂ કરી શકાતો ગ્રુપ ટર્મ ઈન્શ્યૉરન્સ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટની રચના ભારત સરકારની "પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના’’ (પીએમજેજેબીવાય) સ્કીમની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવાના હેતુસર કરવામાં આવી છે. સ્કીમનું સંચાલન બૅન્કો દ્વારા કરવામાં આવશે અને ભારત સરકાર દ્વારા વખતો વખત નિર્દિષ્ટ કરાતા સ્કીમના નિયમો અનુસાર માર્ગદર્શન કરાશે.

આ ઉત્પાદન હેઠળ વીમા સુરક્ષા સ્કીમમાં સામેલ થવા વીમિત વ્યક્તિના ખાતા માંથી પ્રીમિયમ ડેબિટ થાય એ તારીખથી જ શ‚રૂ થઈ જશે.
 

મુખ્ય વિશેષતાઓ:
 
પરવડે એવી કિંમતમાં સુરક્ષા
 
ત્વરિત પ્રક્રિયા : કોઈ તબીબી તપાસ જરૂરી નથી
 
સરળ પ્રવેશ : સરળ પ્રસ્તાવ પત્રક આધારે પ્રવેશ
 

પ્લાન પર ઉડતી નજર
 
પ્રવેશ સમયે ઉંમર ઓછામાં ઓછી : ૧૮ વર્ષ (છેલ્લા જન્મ દિવસે ઉંમર)
વધુમાં વધુ : ૫૦વર્ષ (નજીકના જન્મ દિવસે)
વધુમાં વધુ પરિપક્વતા ઉંમર ૫૫ વર્ષ (નજીકના જન્મ દિવસે)
પૉલિસી મુદત એક વર્ષ રીન્યૂએબલ
વીમા રકમ રૂ.૨૦૦,૦૦૦ (બે લાખ પૂરાં)
પ્રીમિયમની રકમ રૂ.૩૩૦/- (સર્વિસ ટૅક્સ* સિવાય અને સહભાગી બૅન્કના એડમિનિસ્ટ્રેટિવ ચાર્જિસ પેટે રૂ.૪૧ સહિત)
લીન પીરિયડ સ્કીમમાં સામેલ થયાની તારીખથી ૪૫ દિવસ (પ્રવેશ તારીખ/વીમા સુરક્ષા શરૂ‚ થયાની તારીખ)
*સર્વિસ ટૅક્સ/સેશ/જીએસટી (હાલ માત્ર જેઍન્ડકે નિવાસીઓના કિસ્સામાં) અને/અથવા અન્ય કોઈ કાનૂની શૂલ્ક/ડ્યુટી/સરચાર્જ પ્રવર્તમાન કર કાયદાઓની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર અને/અથવા રાજ્ય સરકાર દ્વારા વખતો વખત સૂચિત કરાયા મુજબ તમારા પ્રીમિયમો પર લાગુ રહેશે.
 

ફાયદાઓ:
 
મૃત્યુ લાભ :
વીમા સુરક્ષાની મુદત દરમિયાન વીમિત વ્યક્તિનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થવાના કિસ્સામાં વીમા રકમ ચુકવવામાં આવશે.

પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત મેમ્બર માટે મૃત્યુ લાભ રૂ.૨૦૦,૦૦૦ થી વધુ નહીં રહે ભલે પછી મેમ્બર બહુવિધ બૅન્ક અકાઉન્ટો મારફત અથવા બહુવિધ વીમા કંપનીઓ મારફત વીમા સુરક્ષા મેળવતા હોય. આ કિસ્સામાં, ક્લેમની ચુકવણી પહેલી અરજી માટે કરવામાં આવશે (પ્રવેશની તારીખ આધારે) અને ત્યારપછીની સુરક્ષાઓ માટેના પ્રીમિયમો જપ્ત થવાને પાત્ર રહેશે.
 
મેચ્યોરિટી /સરન્ડર બેનિફિટ :
આ પ્લાન હેઠળ કોઈ જ મેચ્યોરિટી અથવા સરન્ડર લાભ નથી.
 
પ્રવેશ :
વીમા સુરક્ષા શ‚રૂ થવાની તારીખ સ્કીમમાં સામેલ થવા વીમિત વ્યક્તિના ખાતા માંથી પ્રીમિયમ ડેબિટ કરવામાં આવે એ તારીખ છે અને વીમા સુરક્ષા ત્યારપછીના વર્ષની તારીખ ૩૧ મે સુધી રહેશે. ત્યારપછી, તમારા બૅન્ક ખાતામાં પ્રીમિયમ ઉધારીને વીમા સુરક્ષા દર વર્ષની ૧લી જૂને રીન્યૂ કરાવી શકાય છે. આ પ્રીમિયમ ભારત સરકાર દ્વારા વખતો વખત નિર્દિષ્ટ કરાયા પ્રમાણે ફેરફારને આધીન રહે છે.

જો મેમ્બરો ૧ જૂન પછી સ્કીમમાં સામેલ થવા ઈચ્છતા હોય તો તે/તેણી આખા વર્ષનું પ્રીમિયમ ચુકવીને અને આવશ્યક દસ્તાવેજો/ઘોષણાઓ, જો કોઈ હોય તો તે સ્કીમના નિયમો અનુસાર નિર્દિષ્ટ કરાયા મુજબ રજુ કરીને સામેલ થઈ શકે છે. પ્રવેશ માટેનાં નિયમો ભારત સરકાર દ્વારા વખતો વખત નિર્દિષ્ટ કરાયા મુજબ રહેશે.
 
અપવર્જનો:
સ્કીમમાં જોડાતા નવા મેમ્બરો માટે પ્રવેશની તારીખથી શ‚રૂઆતના ૪૫ દિવસો માટે જોખમ આવરી લેવામાં નહીં આવે (લીન પીરિયડ) અને લીન પીરિયડ દરમિયાન મૃત્યુ થવાના કિસ્સામાં (અકસ્માત સિવાય) કોઈ ક્લેમ સ્વીકાર્ય નહીં રહે.
 
કર લાભો :
આવક વેરા લાભો/છૂટ ભારતમાં પ્રવર્તમાન કર કાયદા અનુસાર છે, જે સમયાંતરે ફેરફારને આધીન રહે છે. કૃપા કરી વિગતો માટે તમારા કર સલાહકારની સલાહ લો.
 
 
આ પ્લાનની સંક્ષિપ્ત વિશેષતાઓ માત્ર છે. જોખમી પરિબળો તથા નિયમો અને શરતો વિશે વધુ વિગતો માટે વેચાણનો નિર્ણય કરતા પહેલા કૃપા કરી સેલ્સ બ્રોશર કાળજીપૂર્વક વાંચો.
 
76.ver.03-08/16 WEB GUJ
બેનામી ફોન કૉલ્સ અને નકલી/કાલ્પનિક ઑફરોથી સાવધાન રહો.  IRDAI સામાન્ય જનતાને ખુલાસો કરે છે કે : • IRDAI અથવા તેના અધિકારીઓ કોઈપણ પ્રકારના વીમા અથવા આર્થિક ઉત્પાદનોના વેચાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નથી અને ન તો તે પ્રીમિયમોનું રોકાણ કરે છે. • IRDAI દ્વારા કોઈ બોનસ જાહેર કરવામાં નથી આવતું. જે કોઈ લોકો આવા ફોન કૉલ્સ મેળવે તેમને ફોન કૉલ નંબરની વિગતો સહિત પોલીસમાં ફરિયાદ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે.
 
ઑનલાઇન પૉલિસી ખરીદો
  લૉગિન ક્ષેત્ર
  Go
   NAVs
  નવીનતમ યુનિટ મૂલ્યો અને સમાચારપત્રો જોવા માટે અહીં ક્લિક કરો >>
  ટૂલ્સ અને પ્લાનર્સ
  પ્રીમિયમ કેલ્ક્યુલેટર
  વીમા કેલ્ક્યુલેટર
  કર કેલ્ક્યુલેટર
  બાળ શિક્ષણ આયોજક
  નિવૃત્ત કેલ્ક્યુલેટર
SBI | SBI Online Banking | SBI General Insurance | SBI Card | SBI AMC | SBI Capital | SBI Global Factors | SBI DFHI Ltd
IRDAI | IRDAI દ્વારા ગ્રાહક શૈક્ષણિક વેબસાઈટ | જીવન વીમા પરિષદ | SFIN કોડ્સ | ગોપનીયતા નીતિ | અસ્વીકરણ | કૉલ કરશો નહીં
વીમા આગ્રહની વિષયવસ્તુ છે. 29મી માર્ચ 2001 ના રોજ બહાર પાડવામાં આવેલ IRDAI રજિસ્ટ્રેશન નં. 111.
રજિસ્ટર્ડ અને કૉર્પોરેટ ઑફિસ: એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કૉ. લિ., નટરાજ, એમ.વી. રોડ અને વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે જંક્શન, અંધેરી (પૂર્વ), મુંબઈ - 400 069.
આ વેબસાઇટ ગ્રાહકની સુવિધા માટે અનુવાદિત કરવામાં આવી છે. જો કોઈ શબ્દ / વિધાનમાં અજાણતામાં કોઈ તફાવત આવે કે ભૂલ રહી જાય છે તો અંગ્રેજી સંસ્કરણને નિર્ણાયક તરીકે ગણવામાં આવશે.
CIN: U99999MH2000PLC129113
2014 એસબીઆઈ લાઇફ ઇંશ્યોરેંસ કંપની લિમિટેડ. સર્વાધિકાર સુરક્ષિત.